હાથબ પૂર્વે હસ્તવપ્ર નામનું બંદર હતું. તે સમયના ઘણા બધા અવશેષો ખોદકામ કરતા મળી આવ્યા છે. એ ઉપરાંત જમીન ખેડતા ભવ્ય કૂવાઓ અને વિશાળ વાવ પણ મળી આવી છે. એ ઉપરાંત ત્યાં પાળ નામના સ્થળેથી આજે પણ સોના-ચાંદીના ઘરેણાં અને સિક્કા મળી આવે છે. તથા પથ્થરના મોટાઘાણાઓ મોટા મંચના પથ્થરના પાયાઓ તથા 18X9X4 થી મોટી પાકી ઈંટો અને પાકી ગટર મળી આવે છે. એ પરથી સમજાય છે કે ત્યાં સમૃદ્ધ નગરિય બંદરએ સમયે નો આધુનિકમાં આધુનિક નગરિય બંદર હશે. એ ઉપરાંત એક સ્થળેથી બૌદ્ધકાલીન બૌદ્ધ સ્તૂપો અને ચૈત્ય અવશેષો મળી આવે છે. તે સમયનું એક શિવમંદિર પણ મળી આવ્યું છે. આજે પણ અહીંયા થી ખોદકામ કરવામાં આવે તો અવશેષો મળી આવે છે.